Get The App

જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્યા, બે સામે ફરિયાદ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્યા, બે સામે ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરના ઢીચડા રોડ પર આવેલી એક જમીનના કબજાના પ્રશ્ને રીક્ષા ચાલકના માથામાં લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર આપીને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હાસમભાઈ યાકુબભાઇ કક્કલ નામના 68 વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના માથામાં લોખંડનો પાઇપ ફટકારી લોહી લુહાણ કરી નાખવા અંગે હાજીભાઇ કોટાઈ અને કારુભાઈ કોટાઇ નામના બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 જ્યારે રીક્ષા ચાલકને માથામાં વધુ ઇજા થઈ હોવાથી લોહી નિતરતી હાલતમાં તાત્કાલિક જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓના માથામાં સાત ટાકા લેવા પડ્યા છે, અને હાલ સારવાર હેઠળ છે

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીની ઢીંચડા રોડ પર બાપ દાદાના વખતની જમીન આવેલી છે, જે જમીનના કબજાના પ્રશ્ને બંને આરોપીઓએ આવીને તકરાર કરી હતી, અને આ જમીનમાં ફરીથી આવવું નહીં, તેમ કહી ધમકાવી હિંચકારો હુમલો કરી દીધો હતો, જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાય છે, જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.