Get The App

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ

આવી દોરીના કારણે જીવલેણ ઇજાઓ થતી હોઇ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
કાચવાળી દોરી માંજતા અને  વેચતા છ લોકો સામે  ફરિયાદ 1 - image

વડોદરા,પતંગની દોરા માંજવા માટે કાચના પાવડરના ઉપયોગના કારણે જીવલેણ ઇજાઓ થતી હોઇ તેના  પર પ્રતિબંધ લાદવામાં આવ્યો  છે.તેમછતાં આવી દોરી વેચતા છ લોકોને પોલીસે ઝડપી પાડયા છે.

શહેરના અલગ - અલગ વિસ્તારમાં  કાચના પાવડરવાળી દોરી વેચતા તથા માંજતા છ લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં (૧)  અશોક કહાભાઇ માછી (રહે.ગાયત્રીનગર, વારસિયા રિંગ રોડ) (૨)  જીતેશ સુરેશભાઇ માળી (રહે. માળી મહોલ્લો, દંતેશ્વર) (૩)  વસંત ધનજીભાઇ ચાવડા (રહે. નારાયણ નગર, મકરપુરા એસ.ટી.ડેપોની પાછળ) (૪)  મહેન્દ્ર ડાહ્યાભાઇ સોલંકી (રહે. સાંઇનાથ નગર, અલવાનાકા, માંજલપુર) (૫)  કમલેશ જશુભાઇ પટેલ (રહે. વૈકુંઠ ધામ ફ્લેટ, દરબાર ચોકડી પાસે,માંજલપુર) તથા (૬) રાજકુમાર શ્રીચંદ શ્રીરામચરણ ગુપ્તા (રહે. ઇદગાહ મેદાનની અંદર, ગાજરાવાડી) ની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.