વાઘોડિયા રોડ પરથી પકડાયેલા દારૃના ગોડાઉનમાં માલિકની સામે ફરિયાદ
ગોડાઉનમાંથી પોલીસે ૭ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજ કર્યો હતો
વડોદરા,વાઘોડિયા રોડ પરથી પકડાયેલા દારૃના ગોડાઉનના કિસ્સામાં પોલીસે ગોડાઉન ભાડે આપનાર માલિક સામે ગુનો દાખલ કર્યો છે.
બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ૧૮ મી ફેબુ્રઆરીએ દારૃનો કેસ નોંધાયો હતો. જેમાં આરોપી સુવાલાલ લાલજીભાઇ પંચાલ (રહે. જીવણ નગર વુડાના મકાનમાં, વાઘોડિયા રોડ) પકડાયો હતો. વાઘોડિયા ચોકડી પાસે મારૃતિધામ સોસાયટીની સામે ગાયત્રી એવન્યૂની બાજુમાં એક ગોડાઉનમાંથી દારૃની ૨,૮૯૧ બોટલ કિંમત રૃપિયા ૭ લાખની પોલીસે કબજે કરી હતી. જે ગોડાઉન સુવાલાલનું હતું. આ ગોડાઉનની માલિકી અંગે બાપોદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગોડાઉનના માલિક મિનાક્ષીબેન નટવરભાઇ કહાર (રહે. બાવચાવાડ, પાણીગેટ ) છે. તેમણે આ ગોડાઉન સુવાલાલને ભાડે આપ્યું હતું. કોઇ ભાડા કરાર કર્યો નથી તેમજ પોલીસને પણ જાણ કરી નહતી. જેથી, બાપોદ પોલીસે ગોડાઉનના માલિક મિનાક્ષીબેન સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.