Gujarat

જામનગર નજીક દરેડમાં વેપારી યુવાન પર જૂના મનદુઃખમાં પથ્થર-લાકડી વડે હુમલો : પાડોશી દંપત્તિ સામે ફરિયાદ

By GS TEAM
10 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાન પર જુની અદાવતનું મનદુઃખ રાખીને પાડોશમાં રહેતા એક દંપત્તીએ પથ્થર અને લાકડી વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું છે, તેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે અને સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી દંપતિ સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દરેડમાં વેપારી યુવાન પર જૂના મનદુઃખમાં પથ્થર-લાકડી વડે હુમલો : પાડોશી દંપત્તિ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાન પર જુની અદાવતનું મનદુઃખ રાખીને પાડોશમાં રહેતા એક દંપત્તીએ પથ્થર અને લાકડી વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું છે, તેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે અને સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી દંપતિ સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામમાં રહેતા અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને રહેતા અને વેપાર કરતા જયંતીભાઈ ગોવાભાઇ સગર નામના 45 વર્ષના વેપારી કે જેઓ એ પોતાના માથા પર પથ્થરનો ઘા કરી લોહી લુહાણ કરી નાખવા અંગે તેમ જ લાકડી વડે હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા જગદીશભાઈ ગોસ્વામી અને તેના પત્ની ભાનુબેન જગદીશભાઈ ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.

 ઇજાગ્રસ્ત વેપારી જયંતીભાઈને માથામાં લાગ્યું હોવાથી લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને તેના માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. ફરિયાદી અને આરોપી દંપતિ વચ્ચે અગાઉનું જુનું મનદુઃખ ચાલતું હતું, તેનો ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.