Get The App

રખડતી ગાયો પકડનાર વડોદરા કોર્પોરેશનની ટીમ સાથે ગેરવર્તણુક કરી ગાય છોડાવી જતા ફરિયાદ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
રખડતી ગાયો પકડનાર વડોદરા કોર્પોરેશનની ટીમ સાથે ગેરવર્તણુક કરી ગાય છોડાવી જતા ફરિયાદ 1 - image


Vadodara : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી માતા અને પુત્ર ગાય છોડાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે સુભાનપુરાની બીએસએનએલ ઓફિસમાં ગાયો ગંદકી કરતી હોવાથી કામગીરી કરવા માટે કોર્પોરેશનની મદદ માગતા એક ટીમ પોલીસ સાથે સ્થળ પર પહોંચી હતી અને બે ગાય પકડી હતી. જે પૈકી એક ગાય અર્બુદાનગર પાસે બાંધી હતી. 

કોર્પોરેશનની ટીમ પોલીસ સાથે બીજા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી તે દરમિયાન ભાવેશ ફુલાભાઈ રબારી અને તેની માતા આવી ગયા હતા અને પોલીસની હાજરીમાં ટીમ સાથે ગેરવર્તન કરી બાંધેલી ગાયની દોરી કાપી જબરજસ્તી છોડાવી ગયા હતા.

આ અંગે કોર્પોરેશનની ફરિયાદને આધારે ગોરવા પોલીસે માતા પુત્ર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Tags :