મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ
- સેન્ડ સ્ટોનના ઢગલા ભરતી વખતે દુર્ધટના સર્જાઈ હતી
- સેફટીના સાધનો વગર યુવકને લોડર ચલાવવા આપતા કૂવામાં ખાબતા મોત નીપજ્યું હતું
મુળીના વગડીયા ગામે રહેતા પ્રવિણભાઈ રામુભાઈ બોહકીયાના ૨૧ વર્ષના ભત્રીજા અજય કાનાભાઈ બોહકીયા (રહે.વગડીયા)ને પાંચ જેટલા ભૂમાફિયાઓએ ખાખરાળા ગામની સીમમાં અગાઉ કરેલ કાર્બોસેલના જુના પડતર કુવામાંથી અલગાઉ કાઢેલ કોલસામાંથી નીકળેલ તેમજ સેન્ડ સ્ટોન સહિતનો મુદ્દામાલ ભરવા માટે ફરિયાદીના ભત્રીજાને લોડર સાથે મોકલ્યો હતો અને કાર્બોસેલના કુવામાં પડી જવાથી મોતની પુરેપુરી શક્યતાઓ હોવા છતાં આ જગ્યાએ કોઈપણ દેખરેખ માટેના માણસો કે સેફટીના સાધનો વગરે ફરિયાદીના ભત્રીજા અજ્ય પાસે બેદરકારીથી લોડરનું ડ્રાઈવીંગ કામ કરાવતા લોડર સહિત ફરિયાદીનો ભત્રીજો કાર્બોસેલના કુવામાં પડી જતા કુવાના પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ બેદરકારી દાખવવા બદલ કાર્બોસેલના કુવાના માલીકો (૧) વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર(ભરવાડ) (૨) ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર(ભરવાડ) (૩) જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર(ભરવાડ) (૪) લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર(ભરવાડ) (૫) હિરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર તમામ રહે.જામવાળી તા.થાનવાળા સામે ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે વધુ તપાસ હાથધરી છે.