પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ
બિલ્ડર અને ગ્રાહકોના સંપર્કમાં આવતા પતિના મોજશોખ વધી ગયા હતા
વડોદરા,પતિ અને સાસુ, સસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવી પરિણીતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અટલાદરા વૃંદાવન સોસાયટીમાં રહેતી ગૌતમીબેન પટેલના લગ્ન જુલાઇ - ૨૦૨૨ માં અમદાવાદ મણીનગર કર્મભૂમિ સોસાયટીમાં રહેતા પાર્થ કિશોરભાઇ વ્યાસ સાથે થયા હતા. તેણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ સન બિલ્ડર્સ ગુ્રપમાં નોકરી કરે છે. મારા સસરા અવાર - નવાર મને કહેતા હતા કે, આ ઘરમાં તારો કોઇ અધિકાર નથી. હું કહું તેવું જ કરવાનું છે.મારા પતિને આ અંગે કહેતા તેઓ પણ કંઇ જ કહેતા નહતા. મારા પતિ જુદા - જુદા બિલ્ડર અને ગ્રાહકોના સંપર્કમાં આવતા તેઓના મોજશોખ વધી ગયા હતા. એક વખત મારા નાના દીકરાને રમતા રમતા આંખ પર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાની પણ ના પાડી હતી.