Gujarat

દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ

By GS TEAM
29 Nov 20251 min read
દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા  પતિ સામે ફરિયાદ

 વડોદરા,દહેજ માટે પરિણીતાને ત્રાસ આપી વારંવાર છૂટાછેડાની ધમકી આપતા પતિ તથા અન્ય સાસરિયાઓ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતા રવીનાબેને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ નીરવ સુરેશભાઇ ઠક્કર, સાસુ જયશ્રીબેન, સસરા સુરેશભાઇ, નણંદ જાનકીબેન તથા દિયર આકાશ ઠક્કર ( તમામ રહે. અર્થ ઇન્ફીલીટી ફ્લેટ, લલિતા પાર્ટી  પ્લોટ પાસે, ભાયલી) મને મારઝૂડ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. દહેજ લાવવા માટે યેનકેન પ્રકારે દબાણ કરી મારી કમાણીના ૪૫ લાખ તથા ૧૪ તોલા સોનુ પોતાની પાસે રાખી લીધા હતા. તેમજ વારંવાર છૂટાછેડાની  ધમકી આપે છે.