Get The App

બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ 1 - image


વડોદરાના એક સફાઈ કામદાર સાથે ગીરવી મૂકેલું સોનુ છોડાવવાના નામે છેતરપિંડી કરનાર દંપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કારેલીબાગ નજીક તુલસીવાડીમાં રહેતા ભુપેન્દ્ર બાબુભાઈ સોલંકી પોલીસને કહ્યું છે કે, મારે પૈસાની જરૂર હોવાથી કારેલીબાગની આઈ એફ એલ બેંક તેમજ અલકાપુરીની ફીન કેર બેંકમાં આઠ તોલાથી વધુ સોનુ ગીરવી મૂકી લોન લીધી હતી. 

કારીબાગની બેંકમાં નોકરી કરતા સંજયભાઈએ મને બેંકમાં રૂબરૂ બોલાવી કહ્યું હતું કે હવે હું ફીન કેર બેંકમાં આવી ગયો છું તમારું સોનું ઓપ્શનમાં જાય છે જેથી જલ્દી છોડાવી લેશો. ત્યારબાદ તેમણે વચ્ચેથી રસ્તો કાઢવાના નામે હાર્દિકભાઈ સોની સાથે મીટીંગ કરાવી હતી. 

હાર્દિકભાઈ અને તેમના પત્ની શ્રેયા બે ને મને  2.26 લાખ આપી સોનુ છોડાવ્યું હતું. તેમણે 1.50 લાખ આપી બીજી બેંકનું પણ સોનું છોડાવ્યું હતું. હાર્દિકભાઈએ મને બીજા 9,000 રોકડા આપ્યા હતા. જેથી તેમનો કુલ હિસાબ 3.85 લાખ થયો હતો. 

ભુપેન્દ્રભાઈએ કહ્યું છે કે, ત્યાર પછી હાર્દિકભાઈ એ મને કહ્યું હતું કે દર મહિને 2% ટકા વ્યાજ થશે અને જે મહિને વ્યાજ નહીં આપો. તે મહિને 3% વ્યાજ ગણવામાં આવશે. આ દરમિયાન મારે બાયપાસ સર્જરી કરાવવી પડી હતી જેથી વ્યાજ મોકલી નહીં શકાતા હાર્દિકભાઈ એ મારો કોલ હિસાબ 4.26 લાખનો બાકી બતાવ્યો હતો. મેં સોનું છોડાવવા માટે હાર્દિકભાઈને મોટા ભાગની રકમ આપી દીધી હતી પરંતુ તેવું મને સોનું પાછા આપતા ન હતા. વારંવાર વાયદા કર્યા બાદ મેં સોનાની માંગણી કરતા મારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને જાતિ વિષયક અપમાન કર્યું હતું. આજ સુધી તેમને મારું સોનું પરત કર્યું નથી. કારેલીબાગ પોલીસે આ ફરિયાદને આધારે હાર્દિક ભરતભાઈ સોની અને તેની પત્ની શ્રેયા હાર્દિકભાઈ સોની (સત્યમ ફ્લેટ્સ, આનંદ નગર, કારેલીબાગ) સામે ગુનો નોંધ્યો છે.

Tags :