કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા વડોદરા તા.પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પુત્રએ બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો
વડોદરાઃ ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ તાજેતરમાં વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા આગેવાનના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે.
નંદેસરી વિસ્તારમાં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૃધ્ધ ગોહિલ સાથે દોઢેક વર્ષ પહેલાં સંપર્કમાં આવેલી પીડિતા સાથે તેણે મરજી વિરૃધ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા.
પીડિતા ગર્ભવતી બનતાં અનિરૃધ્ધે લગ્ન કરવાની ખાતરી આપી હતી.પરંતુ ત્યારબાદ તેણે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો અને જ્ઞાાતિવાચક અપમાનજનક ઉચ્ચારણો કરી પરેશાન કરી હતી.
જેથી પીડિતાએ નંદેસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પીઆઇ સ્વપ્નિલ પંડયાએ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.આરોપી ફરાર થઇ જતાં તેની તપાસ એસટીએસસી સેલના એસીપીને સોંપવામાં આવી છે.