Get The App

જેતપુરમાં યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઇ જઇ નિકાહ કરાવી લેતા 7 સામે ફરિયાદ

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જેતપુરમાં યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઇ જઇ નિકાહ કરાવી લેતા 7 સામે ફરિયાદ 1 - image


વિધર્મી યુવકે ભાઈ-બહેન મિત્રોની મદદથી કૃત્ય કર્યું

યુવતીએ સોશિયલ મીડિયા મારફત માતાને મેસેજ કરતા તેને સકંજામાંથી છોડાવી ગુનો દાખલ કરાવ્યો

જેતપુર: જેતપુરમાં એક હિન્દુ યુવતીનું વિધર્મી શખ્સે મિત્રોની મદદથી અપહરણ કરી હૈદરાબાદ લઈ જઈ બંનેના આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી લીધાં. અને બાદમાં જેતપુર આવી વિધિવત નિકાહ કરીને ઘરમાં જ ગોંધી રાખી હતી, એટલું જ નહીં, યુવતી પર મુસ્લિમ ધર્મનું પાલન કરવા દબાણ કરતા હોય યુવતીએ મોકો જોઈને સ્નેપચેટથી માતાને મેસેજ કરી દીધો હતો જેના પગલે યુવતીની માતા પુત્રીને છોડાવી લાવી હતી. ઘટના અંગે અપહરણકર્તા યુવક, તેના ભાઈ બહેન મિત્રો સહિત ૭ સામે પોલીસ ફરિયાદ થઇ છે.

જેતપુરમાં રહેતી હિન્દુ યુવતીના ઘરે તેના કાકાના દીકરા સાથે આવતી જતી હતી. અને યુવતીને બહેન તરીકે સંબોધતાગોંડલ દરવાજા, મદીના મરજીદ પાસે રહેતા રીઝવાન ઉર્ફે રિઝઝૂ સલીમભાઈ ખેડારાએ કોઇ પણ રીતે યુવતીના ફોન નંબર મેળવી લીધા હતા અને રીઝવાને કોલ કર્યો હતો અને એ સમયે યુવતીને સ્પીકર પર ફોન રાખી રીઝવાનને ચોખ્ખું પરખાવ્યું હતું કે તું મુસ્લિમ છે એટલે મારે લગ્ન નથી કરવા તેમ કહી કોલ કટ કરી નાખ્યો હતો એવામાં રીઝવાન તેમના બે મિત્રો રહીમ ઉર્ફે બાબુ તરખેશા અને સમીર ઉર્ફે ભૂરો કુરેશી એમ ત્રણેય કારમાં ધસી આવ્યા હતા. ધમકાવી રાજકોટ અને બાદમાં હૈદરાબાદ લઇ ગયા હતા. ત્યાંથી રીઝવાન હૈદરાબાદથી ૬૦ કિમી દૂર સાધનગર લઈ ગયો હતો ત્યાં સ્થાનિક લોકોએ એક ફ્લેટ ભાડે રાખવી - દીધો હતો. ત્યાં બાર દિવસ રહ્યા બાદ યુવતીને હૈદરાબાદ લાવવામાં આવી હતી.

ત્યારબાદ રીઝવાન જેતપુર લઈ આવ્યો હતો અને તેની બહેન અજરા, મોટો ભાઈ હસન યુવતીને નમાજ પઢવાનું, કલમા પઢવાનું બુરખો પહેરવાનું દબાણ કરવા લાગ્યા હતાં.અને જેતપુરમાં પરાણે નિકાહ કરાવ્યા હતા.એ પછી  સ્નેપચેટ એપથી માતાને સઘળી હકીકત જણાવી દીધી હતી. યુવતીને રીઝવાનની ચુંગાલમાંથી છોડાવી હતી. બાદમાં યુવતીના પરિવારજનોએ રીઝવાન, આજરા, ભાઈ હશન, મિત્રો રહીમ ઉર્ફે બાબુ સમીર ઉર્ફે ભૂરો, રેનીશ અને ઇલબાલ હેરંજા સામે ફરીયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


Tags :