Get The App

મોરબીમાં પકડેલી ગાયો બે મહિલા બળજબરીથી છોડાવી જતાં ફરિયાદ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
મોરબીમાં પકડેલી ગાયો બે મહિલા બળજબરીથી છોડાવી જતાં ફરિયાદ 1 - image

વાવડી રોડ પર કારિયા સોસાયટીનો બનાવ

ઢોર પકડ પાર્ટીની ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો

મોરબી: મોરબી મહાનગર પાલિકામાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. અને વાવડી રોડ પર ઢોર પકડવાની કામગીરી દરમિયાન બે મહિલાઓએ સેનેટરી સબ ઇન્સ્પેકટર સાથે બોલચાલી કરી પકડવામાં આવેલ ગાયોને છોડાવી જઈને ફરજમાં રુકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

મોરબી મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે કાર્યરત વિપુલભાઈ લખમણભાઈ છૈયા (ઉ.વ.૨૯)એ આરોપીઓ દેવુબેન ભરવાડ અને ભાનુબેન ભરવાડ (રહે. બંને કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને અન્ય મોરબી મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર રખડતા ઢોર પકડવાની ફરજ બજાવતા હતા. ત્યારે વાવડી રોડ કારિયા સોસાયટીમાં આરોપીઓ દેવુબેન અને ભાનુબેને ઉગ્ર અવાજે બોલાચાલી કરી પકડાયેલ ગાયોને છોડાવી જઈને ફરિયાદી તેમજ તેની સાથે રહેલા કર્મચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.