હલકી કક્ષાનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર સામે મહિલા જમાદારની ફરિયાદ
Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ પર એલ.એન્ડ.ટી કંપનીની સામે રહેતા વિદ્યાબેન ધનજીભાઈ પરમાર આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વાઘોડિયા રોડ હરિયાળી હોટલ પાસે આવેલ અમારા મકાન રીનોવેશન કરવાનું હોવાથી અમે એવન કન્સ્ટ્રક્શનના માલિક ભાવિનસિંહ શાહ કે જેમની ઓફિસ વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે જસરાજ પ્લાઝામાં આવેલી છે તેમને આપ્યું હતું. તેમણે અમારા મકાનનું બાંધકામ પ્લીન્થ લેવલ સુધીનું પણ નિયમ અનુસાર કર્યું ન હતું. તેમજ યોગ્ય સામગ્રી વાપરી ન હતી. તેઓએ અમારી પાસેથી આઠ લાખ રૂપિયા પડાવીને હલકી કક્ષાનું બાંધકામ કરી તેમજ નુકસાન પેટે પૈસા આપવાની બાહેદરી આપી પૈસા આપ્યા ન હતા.