૧૨ વર્ષના બાળકને નોકરી રાખનાર દુકાનદાર સામે ફરિયાદ
રહેવા અને જમવાની વ્યવસ્થા સાથે માસિક ૭ હજાર પગાર નક્કી કર્યો હતો
વડોદરા,દુકાનમાં ૧૨ વર્ષના બાળકને નોકરી પર રાખનાર દુકાનદાર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વારસિયા પોલીસને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ તરફથી મેસેજ મળ્યો હતો કે, સંગમ ચાર રસ્તાથી ફતેપુરા તરફ જવાના રસ્તા પર શ્રીજી માર્કેટ સામે વૃંદાવન સ્ટોરમાં ૧૨ વર્ષના બાળક પાસે મજૂરી કરાવવામાં આવે છે.જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા એક બાળક મળી આવ્યો હતો. તે બે દિવસ પહેલા જ નોકરી પર આવ્યો હતો. જમવા અને રહેવાની વ્યવસ્થા સાથે તેને માસિક ૭ હજાર પગાર આપવાનું નક્કી થયું હતું. તેનો નોકરીનો સમય સવારના ૮ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો છે.જેથી, પોલીસે દુકાનદાર વિશાલ જશવંતલાલ ઠક્કર (રહે. તુલસીધામ સોસાયટી, એરપોર્ટ હોટલની બાજુમાં, હરણી) ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.