Gujarat

દિવાળીનું આપતા નથી,નંદેસરીમાં ધંધો નહિં કરવા દઉં..કહી સરપંચે મેનેજરને લાફો માર્યો

By GS TEAM
10 Nov 20251 min read
દિવાળીનું આપતા નથી,નંદેસરીમાં ધંધો નહિં કરવા દઉં..કહી સરપંચે મેનેજરને લાફો માર્યો

વડોદરાઃ નંદેસરી વિસ્તારની એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતી એજન્સીના મેનેજર પાસે દિવાળી નિમિત્તે રૃપિયાની માંગણી કરી સરપંચે લાફો મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઉંડેરાની દિયાસ્ટાઇલ હોમ્સ સોસાયટીમાં રહેતા કૌશલપ્રસાદ ત્રિપાઠીએ પોલીસને કહ્યું છે કે,હું કાન્હામેન પાવર સર્વિસ પ્રા.લિ.માં મેનેજર તરીકે કામ કરું છું. દિવાળીમાં હું નંદેસરીની ફાર્મેશન કંપનીમાં ગેટ પાસે હતો ત્યારે તા.૨૯મીએ નંદેસરીના સરપંચ દિલીપ જગદીશભાઇ પરમાર કારમાં આવ્યા હતા.તેમની સાથે એક માણસ પણ હતો.

દિલીપભાઇએ કાચ ઉતારીને મને બોલાવ્યો હતો અને દિવાળીનું કાંઇ આપતા નથી,ઓછામાં ઓછા ૧૫-૨૦ હજાર આપવા પડશે તેમ કહ્યું હતું.જેથી મેં ઇનકાર કરતાં તેમણે કારમાંથી ઉતરીને મને લાફો માર્યો હતો અને નંદેસરીમાં ધંધો કરવો હશે તો રૃપિયા આપવા પડશે નહિંતર આવવા નહિં દઉં તેમ કહ્યું હતું.તેમણે કારમાં બેસતાં એમ પણ કહ્યું હતું કે,હવે પછી નંદેસરીમાં દેખાયો તો પતાવી દઇશ.જેથી પોલીસે સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી છે.