app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ડાયરામાં હિંદુ ધર્મના દેવી દેવતાનું અપમાન કરવા બદલ માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી સામે ફરિયાદ

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દેવી દેવતાઓના અપમાનને લઈ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ માટે અરજી

હવે પોલીસ બંને કલાકારો સામે ફરિયાદ નોંધશે કે નહીં તે આગામી સમય બતાવશે

Updated: Sep 12th, 2023



અમદાવાદઃ હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનોને લઈને સનાતની સંતો રોષે ભરાયા છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યા બાદ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં દેવી દેવતાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણિતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે. 

ફેસબુક પર રિલ્સમાં માયાભાઈનો વિવાદિત જોક્સ

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતા અશોક વાઘેલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુજરાતના જાણિતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમના મોબાઈલમાં ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં (નરેશ પ્રજાપતિ નામના ઓફિશિયલ પેજ પર) રિલ્સ જોતાં તેમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવોના દેવ ભગવાન શિવ સહિત માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય આ તમામ દેવોનું હળહળતું અપમાન જોવા મળ્યું હતું. ભગવાન શિવ વિશે તુકારા અને અપમાનજનક ભભૂતીઓ અને મારો રોયો એવા શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં જોક્સ સંભળાવતા અને સાથે માયાભાઈ આહીરના બાજુમાં જ સ્ટેજ ઉપર બેઠેલ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે અને માયાભાઈ આહીર દ્વારા જાહેર સ્ટેજ ઉપર ભગવાન શિવનું હળહળતું અપમાન કરાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. 

દ્વારકાધિશ સામે પણ અપશબ્દો બોલીને અપમાન કર્યું

અશોક વાઘેલાએ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ ધારાધોરણસરનો ગુનો દાખલ કરી ફરીયાદ કરવા અરજી કરી છે.ત્યારબાદ 9મી સપ્ટેમ્બરે સાજે મોબાઈલમાં ફેસબુક જોતાં વાદવિવાદ નામના ફેસબુક ઉપર જગતના નાથ દ્વારકાધિશનું પણ હળહળતું અપમાન માયાભાઈ આહીર દ્વારા કરાતાં અને જાહેરમાં ભગવાન ધ્વારકાધીશને નુકારા શબ્દથી અને ઘોડા જેવો એકલો ઉભો છે તેવો અપમાનજનક શબ્દ પ્રયોગ કરીને જોક્સ સંભળાવી આ હિન્દુ ધર્મના ભગવાનનું હળહળતું અપમાન કરાતાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે માટે આ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ ધારાધોરણસરનો ગુનો દાખલ કરી ફરીયાદ દાખલ કરવા અરજી કરી છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ અરજીને લઈને ફરિયાદ નોંધે છે કે નહીં. 

Gujarat