Get The App

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો

સરકાર હસ્તકની જગ્યામાં કરાયેલા બાંધકામને કાયદેસર કરવા કરાયેલી ઈમ્પેકટની અરજી મ્યુનિ.તંત્રે રદ કરી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો 1 - image

અમદાવાદ,બુધવાર,21 જાન્યુ,2026

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં સરકારી જગ્યામા ઉભા કરવામા આવેલા આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે.કોર્પોરેશનની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ, કોમનવેલ્થ ગેમ્સ પહેલા વિશાળ સ્પોટર્સ કોમ્પલેકસ બનવાના છે.જેને ધ્યાનમા લઈ કોર્પોરેશન તરફથી ૩૨ ગેરકાયદેસર સ્ટ્રકચર દુર કરવા નોટિસ આપી છે.કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા કરાયેલી ઈમ્પેકટની અરજી રદ કરી છે.આ અરજી નામંજુર થતા ગૃડા અંતર્ગત અરજી કરવામા આવી છે.

ઘણાં વર્ષો પછી ફરી એક વખત આશારામ આશ્રમ અને તેમા કરવામા આવેલુ બાંધકામ ચર્ચામાં આવ્યુ છે.બુધવારે કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં  કરોડો રૃપિયાની કિંમત ધરાવતી સરકારની જગ્યા ઉપર કરવામા આવેલા ગેરકાયદેસર બાંધકામની લીગલ સ્થિતિને લઈને ચર્ચા કરવામા આવી હતી.મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત આસપાસના વિસ્તારમાં સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચર વર્ષ-૨૦૩૦ પહેલા બનાવવામા આવનાર છે.આ કારણથી આશારામ આશ્રમ અને તેમા કરવામા આવેલા બાંધકામ તોડી પાડી જગ્યાનો કબજો લેવો જરૃરી બન્યો છે.લીગલ કમિટીના ચેરમેને કહ્યું, ગૃડામા જે અરજીઓ કરવામા આવી છે.તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હજી સુધી કોઈ પ્રતિનિધિત્વ નથી.જેથી કમિટી તરફથી ગૃડાની અરજીઓના ઝડપથી નિકાલ માટે ખાસ એડવોકેટની નિમણૂંક કરવા સુચના અપાઈ છે.