શહેરી વિકાસ વર્ષ - 2025ની ઉજવણીના ભાગરૂપે કમિટીની રચના
"શહેરી વિકાસ વર્ષ - 2025"ની ઉજવણીના ભાગરૂપે સરકારના માર્ગદર્શન હેઠળ વડોદરા કોર્પોરેશન દ્વારા બેટર સર્વિસ ડિલિવરી, બેટર સિટીઝન એંગેજમેન્ટ, બેટર ગવર્નન્સ, બેટર લિવિંગ કન્ડિશન્સ, એક્સેસ ટુ હાઉસિંગ એન્ડ લાઈવ્લીહુડ પ્રમોશન તથા બેટર કનેક્ટિવિટી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર હોય કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ પદે ડે. મ્યુ. કમિશનર (વહીવટ), સહઅધ્યક્ષ ડે. મ્યુ. કમિશનર (ઉત્તર ઝોન) સહિત 10 સભ્યોનો સમાવેશ થાય છે.