For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સફાઈને લઈ કમિશનરનુ કડક વલણ મ્યુનિ.ની તમામ કચેરીઓમાં રોજ સવારે નિયમિત સફાઈ થવી જોઈએ

કમિશનરના રાઉન્ડ સમયે જ ઠેર-ઠેર ગંદકી-કચરાના ઢગલા જોવા મળ્યા

Updated: Nov 22nd, 2022

     

  અમદાવાદ,મંગળવાર,22 નવેમ્બર,2022

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે સફાઈને લઈ ફરી એક વખત કડક વલણ અપનાવ્યુ છે.તેમના રાઉન્ડ સમયે જ મ્યુનિ.ની મુખ્ય કચેરી સહિત અન્ય કચેરીમા ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા તેમણે મ્યુનિ.હસ્તકની તમામ કચેરીઓમા રોજ સવારે નિયમિત સફાઈ કરાવવા આદેશ કરવો પડયો છે.

શહેરમા કરવામા આવતી સફાઈની કામગીરીથી નારાજ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વીસ અધિકારીઓને સુરત સ્ટડી ટુર માટે મોકલ્યા હતા.બાદમા મ્યુનિસિપલ કમિશનરે મ્યુનિ.હસ્તકની કચેરીઓમા જ નિયમિત સફાઈ કરવામા આવતી ના હોવાની બાબતને ગંભીરતાથી લઈ રાઉન્ડ લેતા મેયર સહિતના પદાધિકારીઓ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ જયા બેસી કામ કરે છે એવા મ્યુનિ.કચેરીના સી બ્લોકમા ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા તેમણે મુખ્ય કચેરી ઉપરાંત ઝોન ઓફિસ,સબ ઝોનલ કચેરી સહિત મસ્ટર સ્ટેશન, વોર્ડ ઓફિસ, હોસ્પિટલ,અર્બન હેલ્થ સેન્ટર, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના  તમામ સ્થળોએ રોજ સવારે નિયમિત સફાઈ કરાવવાનો આદેશ કર્યો છે.

Gujarat