Get The App

મ્યુનિ.ગાર્ડનોનુ વેપારીકરણ, મોન્ટેકાર્લો, ગોટીલા ગાર્ડનમાં જનારા પાસેથી દસ રુપિયા ફી વસૂલાશે

સવારે ૬થી ૧૦ સુધી મોર્નિગ વોક માટે ફ્રી એન્ટ્રી, ૧૫ દિવસમાં અમલ કરાશે

Updated: Sep 24th, 2024

GS TEAM

Google News
Google News

      મ્યુનિ.ગાર્ડનોનુ વેપારીકરણ, મોન્ટેકાર્લો, ગોટીલા ગાર્ડનમાં જનારા પાસેથી દસ રુપિયા  ફી વસૂલાશે 1 - image 

 અમદાવાદ,સોમવાર,23 સપ્ટેમ્બર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ગાર્ડનોનુ પણ વેપારીકરણ કરવામાં આવી રહયુ છે. બોડકદેવ વોર્ડમાં આવેલા મોન્ટેકાર્લો અને થલતેજ વોર્ડમાં આવેલા ગોટીલા ગાર્ડનની મુલાકાત લેવા જનારા પાસેથી દસ રુપિયા ફી વસૂલાશે.સવારે ૬થી ૧૦ કલાક સુધી મોર્નિંગ વોક માટે ફ્રી એન્ટ્રી રહેશે.દસ રુપિયા ફી વસૂલાવાની દરખાસ્તનો આગામી ૧૫ દિવસમાં અમલ કરાશે.

રીક્રીએશન કમિટીની બેઠક બાદ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, પ્રાયોગિક ધોરણે મોન્ટેકર્લો અને ગોટીલા ગાર્ડનમાં મુલાકાત લેનારા પાસેથી દસ રુપિયા ફી વસૂલવા તાકીદની દરખાસ્ત કમિટીએ મંજુર કરી છે.આ બંને ગાર્ડનમાં મુલાકાત લેનારા માટે ફીઝીકલ અને ડીજીટલ બંને પ્રકારની સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.મંથલી અને વાર્ષિક પાસની યોજના બનાવી પાસ ધારકોને કન્સેશન આપવાની પણ વિચારણા કરવામાં આવશે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના સ્વિમિંગપુલ તથા જિમનેશ્યિમમા અમુક લોકો સીધા પ્રવેશતા હોવાની  રજુઆત કમિટી બેઠકમાં કરવામા આવતા સ્નાનાગાર અને જિમનેશિયમમા હવે ડીજીટલ પ્રવેશથી એન્ટ્રી આપવાની કાર્યવાહી કરવા તંત્રના અધિકારીઓને સુચના આપવામા આવી છે.

Tags :