Get The App

વડોદરા: સયાજીગંજ પોલીસની SHE ટીમની સરાહનીય કામગીરી, મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન પ્રસૂતિની પીડા, દીકરીને જન્મ આપ્યો

- દંપતિની ફરી પૂછપરછ થાય ત્યારે બાળકીને પણ માતા-પિતા સાથે કસ્ટડીમાં રહેવાનો વારો આવે તેવી સ્થિતિ

Updated: Nov 21st, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: સયાજીગંજ પોલીસની SHE ટીમની સરાહનીય કામગીરી, મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન પ્રસૂતિની પીડા, દીકરીને જન્મ આપ્યો 1 - image


વડોદરા, તા. 21 નવેમ્બર 2021 રવિવાર

વડોદરા શહેરના એસટી ડેપો ખાતે થી ગત તારીખ 11મી નવેમ્બરના રોજ એક મહિલા ની નજર ચૂકવી રૂપિયા 3.82 લાખના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ ઉઠાંતરી કર્યાના કીસ્સામાં ઝડપાયેલા દંપતી ની પૂછપરછ દરમિયાન મહિલાને પ્રસૂતિની પીડા થતા વડોદરા સયાજીગંજ પોલીસ ની SHE ટીમ એ મહિલા આરોપીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી જ્યાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો ત્યારે હવે આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે ત્યારે તાજી જન્મેલી બાળકીને પણ માતા-પિતા સાથે કસ્ટડી માં રહેવાનો વારો આવશે.

વડોદરાની પોલીસ ગુનેગારો સાથે ગુનો કાબૂલવા માટે આરોપીઓ નો રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા હોય છે એટલું જ નહીં ઘણી વખત આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી તેઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ કામ કરતી SHE ટીમ એ મહિલા આરોપી સાથે માનવતા ભર્યું કાર્ય કરી સગર્ભા મહિલા આરોપી ની સાથે રહી સયાજી હોસ્પિટલમાં સારવાર અપાવવા ની તમામ વ્યવસ્થા કરી હતી તે બાદ સગર્ભા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.

આ કિસ્સાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગત તારીખ 11મી નવેમ્બરના રોજ વડોદરાના એસટી ડેપો પર બસમાં ચડવા જતી એક મહિલાની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના ભરેલી બેગ ની ઉઠાંતરી થઈ ગઈ હતી. જે અંગે સયાજીગંજ પોલીસ માં ફરિયાદ થતાં સયાજીગંજ પોલીસની SHE ટીમ એ સીસીટીવી ફૂટેજના આધારે દાહોદના દંપતી પરબતભાઈ ભાભોર અને નિશાબેન ભાભોર ને ઝડપી પાડયા હતા.

સોના-ચાંદીના બેગની ઉઠાંતરી કરનાર દંપતી માં મહિલા આરોપી નિશાબેન ભાભોર પ્રેગનેટ હતા અને તેઓની પૂછપરછ મહિલા પોલીસે હાથ ધરી હતી તે દરમિયાન તેમને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી.

સયાજીગંજ પોલીસ ની SHE ટીમ એ નિશાબેન ભાભોર ને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પરિણામ સ્વરૂપે નિશાબેન એ દીકરીને જન્મ આપ્યો હતો.

આમ વડોદરા સયાજીગંજ પોલીસ ની SHE ટીમની સરાહનીય કામગીરી ના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વખાણી હતી. મહિલા આરોપી નિશાબેન અને તેમના પતિ પરબતભાઈ ની ફરીથી પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે ત્યારે આ દીકરીને પણ માતા-પિતા સાથે કસ્ટડીમાં રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Tags :