Gujarat

સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત

By GS TEAM
22 Feb 20261 min read
સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત

સયાજીગંજ વિધાનસભા ક્ષેત્ર હેઠળના વોર્ડ નંબર ૮,૯ અને ૧૧ વિસ્તારમાં ગુજરાત સરકાર, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન અને સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આજે વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

સરકાર અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સંયુક્ત ગ્રાન્ટમાંથી રૂ. ૧૦.૬ કરોડના ખર્ચે ૭૨ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ સ્વર્ણિમ ગ્રાન્ટ માંથી રૂ. ૨.૧ કરોડના ખર્ચે ૬ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે.

૭૨ સોસાયટીઓમાં ૮૦-૨૦ રોડ-રસ્તા, પેવર બ્લોક, પાણી-ગટર લાઈનના તમામ કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે. આ ઉપરાંત દશામાં તળાવનું રૂ. ૩૯.૨૬ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાતા કાર્યનો શુભારંભ થયો છે.આ વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ કરવા નવી પાણીની ટાંકી તેમજ નવા ગાર્ડનની વ્યવસ્થા ઊભી કરાશે. સુભાનપુરા અતિથિગૃહનું ખાતમુહૂર્ત ટૂંકસમયમાં કરાશે.

હાલ પંચવટીથી રૂબી સર્કલ, નકુલેશ પાર્કથી વૃંદા સોસાયટી સુધીના માર્ગની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે કરોળિયા મધુનગર કેનાલથી વૃંદાવન ચાર રસ્તા સુધીના માર્ગનું નિર્માણ કાર્ય વહેલીતકે હાથ ધરાશે.