પરેશ વસંત 'બંધુ'ની અંતિમ યાત્રામાં ખ્યાતનામ કલાકારો-અગ્રણીઓ સહિત ચાહક વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ
Comedian Vasant Paresh Passes Away : જામનગરનું નામ હાસ્યરસ કલા ક્ષેત્રે દેશ-વિદેશમાં ગૌરવવંતુ કરનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંત ‘બંધુ’નું નિધન થતાં એક હાસ્યયુગનો અંત આવી ગયો છે. લાખો લોકોને હસાવનાર આ અનોખા જિંદાદીલ અદાકારે 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કરતાં જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો. પરેશ વસંતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમ યાત્રામાં ખ્યાતનામ કલાકારો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા
સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંતે વ્યારામાં અંતિમ શ્વાસ લીધા પછી તેમનાં પાર્થીવ મૃતદેહને જામનગર લાવવામાં આવ્યા હતા. જામનગરના મંગલબાગ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં સાંઈરામ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો: જામનગરના હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન, દેશ-વિદેશમાં વાગતો હતો ડંકો
આ સાથે કલાજગતના સ્થાનિક મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈને પરેશ વસંત શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉદાર અને માયાળુ સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા પરેશ વસંતનો વિશાળ ચાહક વર્ગ છે.