વડોદરા
વડોદરામાં રખડતા ઢોરો લોકો માટે જોખમી બન્યા હોવાથી કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી ની રચના કરીને રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. જે દરમિયાન પશુપાલકો સાથે અથડામણના બનાવો પણ બની રહ્યા છે.
વડોદરામાં રખડતા ઢોરોના ઉપદ્રવને પગલે તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેરમાં મેયર ને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ધોરો ને પકડવાની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે.
ગઇકાલે મોડી સાંજે ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં સાધુવાસવાણી સ્કુલ નજીક કોર્પોરેશનને બે ગાયોને પકડી હતી. આ ગાયોને ગળામાં દોરડું બાંધીને લઈ જવામાં આવતી હતી તે દરમિયાન જગદીશ ઉર્ફે જોગી ભરવાડ નામનો પશુપાલક દોડી આવ્યો હતો અને હાથમાંના ધારદાર ચાકુ વડે દોરડું કાપી ગાય છોડાવી ગયો હતો. આ અંગે ઢોર પાર્ટી ઇન્સ્પેક્ટર ના ચાર્જમાં રહેલા ચીમનભાઈ વસાવા એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


