Get The App

રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડા પવનનું જોર વધ્યું, જાણો આગામી સાત દિવસની આગાહી

Updated: Dec 1st, 2024

GS TEAM

Google News
Google News
Ahmedabad

Gujarat Weather : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે, ત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ થાય છે. બીજી તરફ, રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ઠંડી-વાતાવરણને લઈને આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈ કાલે શનિવારે અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. આજે રવિવારે રાજ્યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ હતી.

આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ? 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં 29મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈ કાલે શનિવારની રાત્રે 15.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્‌ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડીની સંભાવના નહીંવત્‌

હવામાન વિભાગ મુજબ, આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. 

આ પણ વાંચો: એરપોર્ટ પર 6 વર્ષમાં 319 વખત વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાયાં, 2023માં સૌથી વધુ 81 ઘટના બની

જ્યારે નલિયામાં 12.4, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7, ગાંધીનગરમાં 15.9, ભુજમાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.5, ભાવનગરમાં 17.5, દ્વારકામાં 18.5, સુરતમાં 18.8, ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.