Get The App

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, ચાર દિવસ બાદ ગગડશે પારો, અંબાલાલે કહ્યું- માવઠું થશે

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી

ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની કરાઈ આગાહી

Updated: Dec 18th, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, ચાર દિવસ બાદ ગગડશે પારો, અંબાલાલે કહ્યું- માવઠું થશે 1 - image


Weather Update Today : જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યો છે. આ વચ્ચે ફરી હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ સમગ્ર રાજ્યમાં ટેમ્પ્રેચર સામાન્ય છે. આગામી ચાર દિવસ વાતાવરણ સુકુ રહેશે. 22 તારીખ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે. આમ, કાતિલ ઠંડી માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે.

ચાર દિવસ બાદ ઠંડી વધે તેવી શક્યતા

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચાર દિવસ બાદ તાપમાનનો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, કમોસમી વરસાદની સંભાવના નહિવત છે. આજે નલિયાનું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે અને ગઈકાલે 15.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હાલ જેવું વાતાવરણ છે તેવું જ રહેશે. ચાર દિવસ બાદ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદના તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને સીઝનનું સૌથી નીચું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં બે ડિગ્રી તાપમાન યથાવત છે.

અંબાલાલે કરી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 19 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે, ત્યારબાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. 27થી 29 ડિસેમ્બરના અરબ અને બંગાળના ઉપસાગરમા હલચલ જોવા મળશે. તેમણે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં અનેક વખત પલટો આવવાની શક્યતા રહેશે. નાતાલની આસપાસ ઠંડી વધશે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉત્તરિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.


ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, ચાર દિવસ બાદ ગગડશે પારો, અંબાલાલે કહ્યું- માવઠું થશે 2 - image

Tags :