Gujarat

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : ઠંડીનો પારો 16.0 ડિગ્રી સુધી નીચે સરકયો હોવાથી ટાઢોળું છવાયું

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડી પગ પેસારો કરતી જાય છે, અને ઠંડીનો પારો દિન પ્રતિદિન નીચે સરકતો જાય છે. ગઈ કાલે રાત્રે ઠંડીનો પારો 16.0 ડીગ્રી સુધી નીચે ચાલ્યો ગયો હોવાથી વાતાવરણમાં ટાઢોડું છવાયુ હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : ઠંડીનો પારો 16.0 ડિગ્રી સુધી નીચે સરકયો હોવાથી ટાઢોળું છવાયું

Jamnagar Winter : જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડી પગ પેસારો કરતી જાય છે, અને ઠંડીનો પારો દિન પ્રતિદિન નીચે સરકતો જાય છે. ગઈ કાલે રાત્રે ઠંડીનો પારો 16.0 ડીગ્રી સુધી નીચે ચાલ્યો ગયો હોવાથી વાતાવરણમાં ટાઢોડું છવાયુ હતું.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરતી જાય છે. ઠંડીનો પારો ધીમે ધીમેં નીચે સરકી રહ્યો છે, ઉપરાંત બપોર દરમિયાન પણ ઉષ્ણતામાનનો પારો નીચે આવતો જાય છે, જેથી આકરા તાપમાથી પણ થોડી રાહત જોવા મળી રહી છે. જોકે પવનની તીવ્રતામાં બે દિવસથી થોડો ઘટાડો જોવા મળ્યો છે. વહેલી સવારે ઠંડક ભર્યા વાતાવરણને લીધે મોર્નિંગ વોક કરનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જયારે વહેલી સવારે સ્કૂલે જતા બાળકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24.00 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16 ડીગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેસાર પ્રતિ કલાકના 15.0 થી 20.0 કી.મી ની ઝડપે રહી હતી.