Get The App

જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો : ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો : ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો 1 - image

Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીએ સપાટો બોલાવી દીધો છે, અને ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક પહોંચી જતાં 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. સાથોસાથ ભેજનું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા છે. હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

હાલમાં મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવતો જાય છે, પરંતુ ઠંડીએ હવે રંગ દેખાડવાનું શરૂ કર્યું છે, અને ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક 10.0 ડિગ્રી સુધી પહોંચી જતાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. સાથોસાથ ભેજનું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થઈ જતાં લોકો થરથર કાંપ્યા છે અને તાપણાંનો સહારો લેવો પડ્યો છે અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને દિવસ દરમિયાન પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મીની ઝડપે ઠંડો બરફીલો પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે વહેલી સવારે ઝાકળનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું હોવાથી ધુમ્મસ ભરી સવાર જોવા મળી રહી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 10.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 23.05 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 63 ટકા જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના 20.0 થી 25.0 કી.મીની ઝડપે રહી હતી. મોસમનો સૌથી નીચું તાપમાન 10 ડીગ્રી રહેવાના કારણે ગઈ રાત્રે શહેરના માર્ગો સુમસામ નજરે પડતા હતા, તેમજ આજે વહેલી સવારે પણ લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી. જ્યારે રાત્રિના સમયે તાપણાંનો સહારો લેવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.