હજીરાથી ઓલપાડ સુધી કોસ્ટલ હાઇવે બનશે, સર્વેની કામગીરી પુર્ણ
- સુરતીઓને દરિયા કિનારે લોંગ ડ્રાઇવ માટે નવું ડેસ્ટીનેશન મળશે
- મુંબઇથી
ભાવનગર વચ્ચે બની રહેલા કોસ્ટલ હાઇવેમાં
પ્રથમ ફેઝમાં સમાવેશ : આગામી દિવસોમાં જમીન સંપાદન થશે
સુરત
મુંબઇથી ભાવનગર વચ્ચે બની રહેલા કોસ્ટલ હાઇવેમાં હવે હજીરાથી ઓલપાડ સુધીનો પણ પ્રથમ ફેઝમાં લેવામાં આવ્યો હોવાથી આગામી દિવસોમાં સુરતીઓને દરિયા કિનારે લોંગ ડ્રાઇવ માટે નવું ડેસ્ટીનેશન મળશે. રોડ માટે સર્વેની કામગીરી પુર્ણ થઇ છે.
સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચોર્યાસીના ઉપક્રમે ચોર્યાસીના કવાસ ગામે રેઇન વોટર હાર્વેસ્ટીંગના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં હજીરાથી લઇને ઓલપાડ સુધીના પ્રથમ ફેઝમાં કોસ્ટલ હાઇવે સાકારિત થશે. જેથી કાંઠા વિસ્તારના ગામડાની કાયાપલટ થશે. કોસ્ટલ હાઇવે દરિયા કિનારાથી જ પસાર થનાર હોવાથી સરકારી જમીનો જ વધુ સંપાદન થશે. આ અંગે સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. અને જમીન સંપાદનની કામગીરી આગામી દિવસોમાં શરૃ થશે. મુંબઇથી ભાવનગર વચ્ચે કોસ્ટલ હાઇવે બની રહ્યો છે અને નવસારી સુધી બન્યો છ