Gujarat

સી.ઓ. ચેકીંગ ડ્રાઈવમાં ૧૯ વાહનો ડીટેઈન, ૪૮ વાહનોને મેમો આપ્યા

By GS TEAM
22 Dec 20251 min read
સી.ઓ. ચેકીંગ ડ્રાઈવમાં ૧૯ વાહનો ડીટેઈન, ૪૮ વાહનોને મેમો આપ્યા

વડોદરા એસ.ટી. વિભાગે છેલ્લા અઠવાડિયામાં આરટીઓ અને પોલીસને સાથે રાખી સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી ૧૬ વાહનો ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત ૪૮ વાહનોને મેમો ફટકારી રૂ. ૪૫,૫૦૦ દંડની વસૂલાત કરી હતી.

વડોદરા એસ.ટી. વિભાગની સુરખા શાખા, વડોદરા આરટીઓ અને પોલીસ દ્વારા છેલ્લા અઠવાડિયામાં સંયુક્ત રીતે સી.ઓ. (બિન અધિકૃત મુસાફરી કરતા વાહનો) ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેર-જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ડ્રાઈવ યોજી પરમીટ ભંગ કરી પેસેન્જરોનું વહન કરતા તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા ૧૪ વાહનને ડીટેઈન કરી ૨૭વાહનચાલકને મેમો આપી રૂ. ૩૭, ૫૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત એસ.ટી. ડેપો આસપાસ વાહનો ઉભા રાખી નો પાર્કિંગઝોનનો ભંગ કરનારા ૨ વાહનોને ડીટેઈન કરાયા હતા, જ્યારે ૨૧ વાહનચાલકોને આરટીઓ અને પોલીસ મેમો ફટકારવામાં આવ્યો હતો. નો પાર્કિંગઝોનના ભંગ બદલ વાહનચાલકો પાસેથી રૂ. ૮ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.