- પોલીસે 121 અને આરટીઓએ 16 વાહન ડિટેઈન કર્યા
- વર્ષ દરમિયાન 1166 મેમો ફટકારવામાં આવ્યા, નો પાર્કિંગ ચેકિંગ ડ્રાઈવમાં 53 વાહન ડિટેઈન, 706 મેમા ફટકારી રૂા. 8.74 લાખના દંડની વસૂલાત કરાઈ
જાન્યુઆરી-૨૦૨૫થી ડિસેમ્બર-૨૦૨૫ સુધીના સમયગાળામાં સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ રાખી કેપેસિટીથી વધુ મુસાફરો ભરતા તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે નિયમાનુસારની કાર્યવાહી કરાઈ હતી. વર્ષ દરમિયાન પોલીસે કુલ ૧૨૧ વાહન ડિટેઈન, ૯૧૬ મેમો આપી રૂા.૫,૨૬,૧૦૦નો દંડ વસૂલ્યો હતો. તેમજ આરટીઓએ કુલ ૧૬ વાહન ડિટેઈન કરી રૂા.૬૨,૩૬૫નો દંડ અને ૨૫૦ મેમો ફટકારી ૧૧,૪૬,૨૦૦ મળી પોલીસ અને આરટીઓએ કુલ રૂા.૧૭,૩૪,૬૬૫ના દંડની વસૂલાત કરી હતી તેમ ભાવનગર એસ.ટી.ના સિક્યુરીટી ઓફિસર જે.પી. ગોહિલે જણાવ્યું હતું.
તેમજ એસ.ટી. ડેપો આસપાસ વાહનો ઉભા રાખી મુસાફરો ખેંચી જતાં વાહનચાલકો સામે નો પાર્કિંગ ચેકિંગ ડ્રાઈવ યોજી પોલીસે ૪૭ વાહન ડિટેઈન, ૫૯૬ મેમા ફટકારી રૂા.૪,૦૧,૨૦૦ તેમજ આરટીઓએ ૬ વાહન ડિટેઈન કરી, ૧૧૦ મેમા ફટકારી રૂા.૪,૭૩,૦૦૦નો દંડ મળી વર્ષ ૨૦૨૫માં કુલ રૂા.૮,૭૪,૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
12 માસમાં થયેલી સી.ઓ. ચેકિંગ ડ્રાઈવની કામગીરી
|
માસ |
પોલીસ
ડિટેઈન |
મેમો |
આરટીઓ
ડિટેઈન |
મેમો |
કુલ |
|
જાન્યુઆરી |
૦૮ |
૧૦૫ |
૦૦ |
૦૦ |
૧,૦૨,૦૦૦ |
|
ફેબુ્રઆરી |
૦૪ |
૧૦૧ |
૦૨ |
૧૨ |
૧,૪૧,૮૦૦ |
|
માર્ચ |
૦૮ |
૬૬ |
૦૫ |
૦૮ |
૧,૩૪,૫૬૫ |
|
એપ્રિલ |
૨૧ |
૭૨ |
૦૨ |
૧૩ |
૧,૧૫,૫૦૦ |
|
મે |
૦૩ |
૯૯ |
૦૦ |
૧૨ |
૭૭,૫૦૦ |
|
જૂન |
૦૭ |
૮૧ |
૦૦ |
૨૭ |
૧,૯૬,૫૦૦ |
|
જુલાઈ |
૧૧ |
૭૬ |
૦૨ |
૨૭ |
૨,૦૫,૧૦૦ |
|
ઓગસ્ટ |
૧૬ |
૬૩ |
૦૫ |
૪૪ |
૨,૧૭,૦૦૦ |
|
સપ્ટેમ્બર |
૦૬ |
૪૩ |
૦૦ |
૪૦ |
૨,૧૬,૫૦૦ |
|
ઓક્ટોબર |
૧૩ |
૬૦ |
૦૦ |
૦૦ |
૩૨,૫૦૦ |
|
નવેમ્બર |
૧૦ |
૯૦ |
૦૦ |
૨૫ |
૧,૩૮,૦૦૦ |
|
ડિસેમ્બર |
૧૪ |
૬૦ |
૦૦ |
૪૨ |
૧,૫૭,૭૦૦ |
|
કુલ |
૧૨૧ |
૯૧૬ |
૧૬ |
૨૫૦ |
૧૭,૩૪,૬૬૫ |


