Get The App

CNGમાં રુપિયા 8.13 અને PNGમાં 5.06 નો ઘટાડો, સરકારની નવી ફોર્મ્યુલાથી ગ્રાહકોને ફાયદો

હવે ઘરેલુ ગેસની કિંમત ભારતીય ક્રુડ બાસ્કેટની કિંમતના 10 ટકા હશે.

હવે આંતરરાષ્ટ્રિય હબ ગેસના બદલે આયાતી ક્રુડ સાથે સ્થાનિક ગેસના ભાવ જોડવામાં આવ્યા છે

Updated: Apr 8th, 2023

GS TEAM

Google News
Google News
CNGમાં રુપિયા 8.13 અને  PNGમાં 5.06 નો ઘટાડો, સરકારની નવી ફોર્મ્યુલાથી ગ્રાહકોને ફાયદો 1 - image
Image Envato

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2023, શનિવાર 

સરકારની નવી ફોર્મ્યુલા પછી CNGમાં રુપિયા 8.13 અને  PNGમાં 5.06 નો ઘટાડો થયો છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે આ બાબતે માહિતી આપતા કહ્યુ હતું કે, હવે આંતરરાષ્ટ્રિય હબ ગેસના બદલે આયાતી ક્રુડ સાથે સ્થાનિક ગેસના ભાવ જોડવામાં આવ્યા છે. તેથી હવે ઘરેલુ ગેસની કિંમત ભારતીય ક્રુડ બાસ્કેટની કિંમતના 10 ટકા હશે. તેમજ આ કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જેમા પ્રથમ વર્ષમાં બે વાર એટલે કે દર છ મહિને કિંમતો નક્કી કરવામાં આવશે. 

નવી કિંમતો 7 એપ્રિલ રાત્રીના 12 વાગ્યા પછી અમલ કરી દેવામાં આવશે.

ATGL તરફથી કેન્દ્રિય કેબિનેટ ડોમેસ્ટીક ગેસ પ્રાઈસિંગના નવા ફોર્મ્યુલા લાગુ કર્યોના એક દિવસ પછી જ લાગુ કરી દેવામાં આવ્યા છે. એટલે કે નવી કિંમતો 7 એપ્રિલ રાત્રીના 12 વાગ્યા પછી અમલ કરી દેવામાં આવશે. સરકારે દાવો કર્યો છે કે કિંમતમાં 10 ટકાનો ઘટાડો આવવાથી તેનો સિધો ફાયદો ગ્રાહકોને થશે. 

શું છે નવી ફોર્મ્યુલા અને કઈ રીતે મળશે લાભ 

  • 1. ગેસ પ્રોડ્યુસરને બજારમાં થતા ઉતાર-ચઢાવથી નુકસાન નહી થાય. ગ્રાહકોને તેનો પુરો લાભ મળશે.
  • 2. ફર્ટિલાઈઝર અને પાવર સેક્ટરને પણ ગેલ સસ્તો મળી શકશે.
  • 3. એમિશન રિડક્શન અને નેટ ઝીરો થી સરકારને ટારગેટ મેળવવામાં સફળતા મળશે. 
  • 4.સરકારના ટારગેટ  2023 સુધી દેશમાં નેચરલ ગેસની ભાગીદારી હાલમાં 6.5 ટકા થી વધારી 15 ટકા કરવાની છે. 

હાલનાં ભાવમાં કેટલો ઘટાડો

કેન્દ્ર સરકારનાં આ નિર્ણય પછી દિલ્હીમાં CNGની કિંમત 79.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 73.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ  અને PNGની કિંમત 53.59 રૂપિયા પ્રતિ હજાર ઘન મીટરથી ઘટીને 47.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી શકે છે. તો મુંબઈમાં CNGની કિંમચ 87 રૂપિયાની જગ્યાએ 79 રૂપિયા પ્રતિ કિલો થશે. MGL તરફથી CNGની સંશોધિત કિંમત 79 રૂપિયા પ્રતિ કિલો અને સ્થાનિક PNGની કિંમત વધારીને 49 રૂપિયા પ્રતિ SCM કરવામાં આવી છે, જે 7 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે. 


Tags :