Gujarat

'પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઇવે પર ખાડા શરમજનક કહેવાય..' આખરે CMએ ગડકરીને સંભળાવ્યું!

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
(AI IMAGE) Bhupendra Patel complains to Gadkari: ચોમાસામાં વરસાદી પાણીમાં માર્ગો ધોવાયાં છે. સમારકામ કરવા સરકારના આદેશ છૂટ્યા છે પણ હજુ ઠેકાણાં નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે, ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે, જનતા કરોડો રૂપિયા ટોલટેક્સ ભરે છે છતાંય હાઇવે ઉખડખાબડ હોય. તે શરમજનક સ્થિતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઇવે પર ખાડા શરમજનક કહેવાય..' આખરે CMએ ગડકરીને સંભળાવ્યું!
(AI IMAGE)

Bhupendra Patel complains to Gadkari: ચોમાસામાં વરસાદી પાણીમાં માર્ગો ધોવાયાં છે. સમારકામ કરવા સરકારના આદેશ છૂટ્યા છે પણ હજુ ઠેકાણાં નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે, ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે, જનતા કરોડો રૂપિયા ટોલટેક્સ ભરે છે છતાંય હાઇવે ઉખડખાબડ હોય. તે શરમજનક સ્થિતિ છે. 

ખેડૂતોને નજીવી સહાય

ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસની આક્રોશ રેલી ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી રહી છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, રવિ સિઝનનો પ્રારંભ થયો છે તેમ છતાંય હજુ ખેડૂતોને સહાય મળી નથી. ચિંતન શિબિરમાં મંત્રી-અધિકારીઓ માટે રૂ. 3 હજારની ડીશ પિરસાઈ રહી છે ત્યારે આર્થિક રીતે તબાહ ખેડૂતોને કૃષિ સહાય પેટે માત્ર રૂ. 3500નું પડીકું અપાઈ રહ્યું છે. 

માવઠાથી પાકને નુકસાન

મગફળી, સોયાબીન, કપાસ સહિત અન્ય પાકોને માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોને નજીવું વળતર ચૂકવાઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે તેમના દેવા માફ થવા જોઈએ. એટલું જ નહીં, ગુજરાતમાં પાક વિમા યોજના અસરકારક રીતે રીતે લાગુ થવી જોઈએ. 

આ પણ વાંચો: અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે

મંત્રીઓ પર લૂંટનો આક્ષેપ

ખાતરની કૃત્રિમ તંગી ઊભી થઈ છે ત્યારે જથ્થાબંધ ખાતર અન્ય રાજ્યોમાં વેચાઈ રહ્યું છે જ્યારે ગુજરાતના ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે. ખેડૂતોને લૂંટવાના ધંધામાં ભાજપના મંત્રી અને તેમના મળતિયાઓ સંડોવાયેલા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લાં ત્રણ દશકથી ભાજપ ગુજરાતમાં સત્તાના સિંહાસને છે છતાં મઘ્યાહ્ન ભોજનમાં બાળકોને યોગ્ય ભોજન અપાતું નથી. 

આજે પણ ગુજરાતમાં લગભગ 50 ટકા બાળકો કુપોષિત છે. આ સંપૂર્ણપણે નિષ્ફળ સરકારનું સ્પષ્ટ ચિત્ર છે.