Get The App

CM ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હી જશે, નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગમાં પણ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રીએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરતી વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતાં

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
CM ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હી જશે, નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે 1 - image



ગાંધીનગરઃ 28 મે, રવિવારે સવારે નવા સંસદભવનનું ઉદઘાટન થવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 અને 28મેએ દિલ્હીના પ્રવાસે જશે. તેઓ નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. તે ઉપરાંત તેઓ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે. 

નવા સસંદ ભવનનો વિરોધ ભારતીઓનું અપમાન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતું કે, નવા સસંદ ભવનનો વિરોધ દેશના 140 કરોડ ભારતીઓનું અપમાન સમાન છે. સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, કુલ 19 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનનું લોકાર્પણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે નિંદનીય છે. સંર્વાદિત છે કે, આગામી 28 મે 2023ના રવિવારના રોજ સંસદભવનું લોકાર્પણ નિશ્ચિત છે. તેઓને વિરોધ એ દેશના મહાન લોકતાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ ઉપર હુમલો છે. લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. લોકોના હદયના ધબકારના સમાન છે. અહી દેશની નિતીઓ ઉપર નિર્ણય થાય છે. જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા 9 વર્ષના જોઇએ તો વિપક્ષી દળોએ વારવરા સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લઘન કર્યુ છે.  

સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી
કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નથી, પરંતુ તે લોકશાહી પર સીધો હુમલો પણ છે. તે જ સમયે, ભાજપ સહિત 25 પક્ષો ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે જાહેર હિતની આ અરજીને ફગાવી દીધી હતી. 


Tags :