સુરતમાં તિરંગા યાત્રાની તડામાર તૈયારી : આગામી રવિવારે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહે તેવી શક્યતા
Surat Tiranga Yatra : સુરત શહેરમાં આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તિરંગા યાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. સુરતમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહે તેવી શક્યતા છે અને કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના મંત્રીઓ પણ આ યાત્રામાં જોડાશે.
સુરત શહેરમાં દર વર્ષની જેમ પાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દબદબાભેર કરે છે. આ વર્ષે પાલિકાની શાળાઓમાં ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું થઈ રહ્યાં છે. ગુજરાતના વિવિધ શહેરો રાજકોટ અમદાવાદ અને વડોદરા શહેરમાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી 10 ઓગસ્ટ રવિવારના રોજ સુરત પાલિકાના અઠવા ઝોનમાં 1.8 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાની જાહેરાત કરવામાં આવી છે.
10 ઓગસ્ટના રવિવારે સાંજે છ વાગ્યાથી સુરત ડુમસ રોડ પર આવેલા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની તિરંગા યાત્રામાં દસ હજારથી વધુ સુરતીઓ જોડાશે તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તિંરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહે તેવી શક્યતા હોય પાલિકાએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત આ તિરંગા યાત્રામાં કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના સ્થાનિક મંત્રીઓ તિરંગાયાત્રાïમાં હાજર રહેશે.