વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો : ભૂસ્તરશાસ્ત્રી સહિત ત્રણ ફરાર
Vadodara Bribery Case : વડોદરા ખાણ ખનીજ વિભાગમાંથી તાજેતરમાં બદલી થઈને આણંદની કચેરીમાં હાજર થયેલા ક્લાર્ક યુવરાજસિંહને ગઈ રાત્રે એસીબીએ રૂપિયા બે લાખની લાંચ લેતા વડોદરા ખાતે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની સાથે અન્ય એક શખ્સ પણ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. રેતીનો સ્ટોક કરવા માટે લાંચની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અન્યની પણ સંડોવણી બહાર આવી છે. આખી રાત્રી દરમિયાન એસીબીની કાર્યવાહી બાદ આજે સવારે ઘરની સર્ચ શરૂ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના એસીબીના પીઆઇએ ટ્રેપ કર્યા બાદ તેની વધુ તપાસ વડોદરા એસીબીના પીઆઇને સોંપવામાં આવી છે.
યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક વર્ગ-3, ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે.18 અવધ ઉપવન બીલ રોડ અટલાદરા, વડોદરા જી.વડોદરાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી મદદનીશ ભુસ્તર શાસ્ત્રી આણંદ વર્ગ-2 ખાણ ખનીજ વિભાગ જુના સેવાસદન બોરસદ ચોકડી, જી.આણંદ હાલ ચાર્જ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે.બી-14, કૃષ્ણ કુટીર એપાર્ટમેન્ટ ઈન્ડીયા કોલોની પાછળ, સુરજ પાર્ક પાસે. બાપુનગર અમદાવાદ, કીરણભાઈ કાન્તીભાઈ પરમાર, આઈ.ટી. એક્ઝીક્યુટીવ વર્ગ-3 ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા
અને સંકેતભાઈ પટેલ રોયલ્ટી ઈન્સ્પેકટર વર્ગ-3 ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે.ડાકોર જી.ખેડાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરામાં અટલાદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું