Get The App

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું 1 - image

Jamnagar : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે જામનગર શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરના મિગકોલોની નજીક આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર અને રણમલ તળાવ સહિતના વિસ્તારમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના માર્ગદર્શન હેઠળ મિગ કોલોની નજીક આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર તેમજ તેની આસપાસના વિસ્તાર અને શહેરના પ્રખ્યાત રણમલ તળાવ ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાન દરમિયાન સ્વયંસેવકો અને કાર્યકરોએ શ્રમદાન કરીને મોટી માત્રામાં કચરો એકત્ર કર્યો હતો.

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું 2 - image

આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિત જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સફાઈ અભિયાન દરમિયાન એકત્ર કરાયેલ કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ટ્રેક્ટરની મદદથી તેને ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને સતત સહભાગી બનવા અપીલ કરી હતી અને સ્વચ્છ તથા સુંદર શહેરના નિર્માણ માટે સૌએ પોતાનો યોગદાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશો સમાજમાં પહોંચ્યો હતો.