Get The App

આજે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર જાણી શકશો રિઝલ્ટ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
આજે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર જાણી શકશો રિઝલ્ટ 1 - image


Gujarat Board Std. 12 Result Updates: ગુજરાત ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું પરિણામ આજે (5 મે 2025) સવારે 10:30 વાગ્યે જાહેર થશે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આજે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર જાણી શકશો રિઝલ્ટ 2 - image



Tags :