જામનગરની હરિયા કોલેજમાં ગઈકાલે રાત્રે યોજાયેલા એવોર્ડ ફંક્શનમાં ટ્રસ્ટીઓ વચ્ચે બબાલ : મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો
Jamnagar : જામનગરની હરિયા કોલેજમાં ગઈકાલે રાત્રે એક એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જે ફંકશનમાં બે ટ્રસ્ટીઓ વચ્ચે બબાલ થઇ હતી, અને ભારે ગરમાગરમી થઈ હતી. આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને ભારે ઘર્ષણ થયું હતું.
જામનગરની હરિયા કોલેજમાં ગઈકાલે રાત્રે એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને મોટી સંખ્યામાં ઓશવાળ જ્ઞાતિના હોદ્દેદારો, મહાજન અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.
જે કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ વચ્ચે કોઈ કારણ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બે જૂથ વચ્ચે ભારે ગરમા ગરમી થઈ હતી, અને પોલીસની મદદથી લેવાનો વારો આવ્યો હતો.
જેમાં ટ્રસ્ટીગણ થતા અન્ય મહાજન અગ્રણીઓ વગેરે સીટી સી. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યા હતા, જેથી મોડેથી એવોર્ડ ફંક્શનમાં પોલીસની એન્ટ્રી થઈ હતી, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.