Get The App

ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ 1 - image


વડોદરાના ગોરવા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઝપાઝપીનો બનાવ બનતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

કોર્પોરેશનની દબાણ શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વેંકટેશ્વર એ પોલીસને કહ્યું છે કે, ગઈકાલે રાતે અમે વાહન લઇને ઢોર પકડવા નીકળ્યા હતા ત્યારે નંદાલય પાસે કેટલાક લોકો અમારી પાછળ આવ્યા હતા અને બૂમાબૂમ કરતા હતા.

આ વખતે ભાવેશ રબારીએ અમારા માણસો સાથે ઝપાઝપી કરી હતી, તેમજ તેમાં મિત્ર ધવલ અને અન્ય એક જણાએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જ્યારે,એક જણાએ અમારી ગાડી ઉપર ઈંટ નો ટુકડો ફેંક્યો હતો. પરંતુ તેનાથી નુકસાન થયું નહતું. ગોરવા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

Tags :