Gujarat

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

By GS TEAM
26 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી જતા થયો હતો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી જતા થયો હતો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

વડોદરા એ કોર્પોરેશન ની ચૂંટણી નું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું તે દરમિયાન વોર્ડ નંબર 14 ના વાડી નાની શાકમાર્કેટ સામે આવેલા મતદાન મથકમાં કોંગ્રેસના ઉમેદવારને અંદર એન્ટ્રી નહીં આપતા વિવાદ સર્જાયો હતો. જેની જાણ કોંગ્રેસના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા તેમના ટેકેદારોને થતા તેઓ પણ મતદાન મથકે પહોંચી ગયા હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પ્રવેશ મુદ્દે તું તું મેને થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ મોબાઇલ લઈને મતદાન મથકમાં ફરતા હતા, જેથી કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. બંને વચ્ચે ઉગ્ર ચાલી બોલા ચાલી થઈ હતી અને ત્યારબાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેથી પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.