Get The App

વડોદરાના પંડ્યા બ્રિજ પોલીટેકનીક પાસે વિદ્યાર્થીઓ વચ્ચે છુટાહાથની મારામારી થતાં ભાગદોડ

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
વડોદરાના પંડ્યા બ્રિજ પોલીટેકનીક પાસે વિદ્યાર્થીઓ વચ્ચે છુટાહાથની મારામારી થતાં ભાગદોડ 1 - image


Vadodara Crime : વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પોલિટેકનિક પાસે ગઈકાલે રાત્રે વી.વી.એસ અને એન.એસ.યુ.આઈના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને જૂથના યુવકો સામસામે આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા જેના કારણે રોડ પર દોડધામ મચી ગઈ હતી. મોડી રાતના થેલી મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે પોલીસ એકશનમાં આવી ગઈ હતી.

 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અલગ અલગ સંઘ કાર્યરત છે જેમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયેલા છે ત્યારે ગઈકાલે બે ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે વી.વી.એસ અને એન.એસ.યુ.આઈના યુવકો વડોદરા શહેરના પંડ્યા બ્રિજ ખાતે પોલિટેકનિક પાસે ભેગા થયા હતા. દરમિયાન સામાન્ય કારણોસર બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલા ચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને જૂથના યુવકો સામસામે આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. જેના કારણે રોડ પર દોડધામ મચી જવા પામી હતી. મોડી રાતના થયેલી મારામારીનો વિડિયો વાયરલ થયો હતો જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મારામારી દરમિયાન બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાય હોય તેવી સત્તાવાર માહિતી મળી રહી નથી.

Tags :