સિવિલ અને પાલિકાના ત્રણ નર્સિંગ સ્ટાફ દંપતી પૈકી ત્રણ વ્યક્તિ કોરોનામાં સપડાય
- નવી સિવિલ અને સ્મીમેરમાં 18 નર્સિંગ સ્ટાફ દંપતિ કોરોનાના દર્દીઓને સારવાર આપી રહ્યા
- હોમ કવોરન્ટાઈનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે
સૂરત, તા. 2 ઓગસ્ટ 2020, રવિવાર
સૂરતમાં કોરોના સંક્રમણના વકરી રહ્યો હોવાથી કેસમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે કોરોના વોરિયર્સ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ કોરોનાના દર્દીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને રાત દિવસ ખડે પગે સેવા કરી રહ્યા છે. જોકે, નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના 18 જેટલા નર્સિંગ સ્ટાફ દંપતીઓ પૈકી એક સ્મીમેરની નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટર નર્સ અને એક સિવિલના મેઈલ નર્સ કમ બ્રધર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના યોદ્ધા એવા કે ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ સહિતના હેલ્થ કેર સ્ટાફ કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 18 જેટલા દંપતિ નર્સિંગ સ્ટાફ પોતાના જીવ જોખમમાં મૂકી ને અને તેમના પરિવારની જરા પણ ચિંતા કરવા વગર કોરોનાની દર્દી અહીં સારવાર આપી રહ્યા છે જેમાં ગોડાદરામાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય ચેતન આહીરની પત્ની આશાબેન પાલિકાના હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.
જોકે, આશાબેન કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સાજા થતા ફરીથી એ જોડાઈ ગયા હોવાનું જાણવા મળે છે તથા સિવિલ કેમ્પસમાં રહેતા 47 વર્ષીય નર્સિંગ સ્ટાફ રાજેન્દ્ર ભાઈ મકવાણા અને તેમની પત્ની નયનાબેન પણ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. રાજેન્દ્રભાઈ પણ કોરોનામાં સપડાયા હતા જ્યારે બાકીના પંદર નર્સિંગ સ્ટાફ દંપતીઓને કઈ તકલીફના હોવાથી કોરોનાના દર્દી સારવાર સાથે સેવા ચાકરી કરી રહ્યા હોવાનું નર્સિંગ એસોસિએશન દક્ષિણ ગુજરાતના રીપ્રેઝન્ટેટિવ દિનેશભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.
ત્યાર બાદ વરાછાના યોગીચોકમાં ખાતે રહેતા શીતલબેન ગેડીયા સ્મિમેર હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપી રહ્યા છે તેઓની તબિયત બગડતા અને તબીબો દ્વારા તપાસણી કરાતા કોરોના પોઝેટિવ આવ્યો હતો એટલે આમ સતત આઇસોલેશનમાં રહેવાનો સમય આવતા શીતલબેન રાહ જોઈ રહ્યા છે કે, રિપોર્ટ નેગેટિવ આવે અને જલ્દીથી હોસ્પિટલમાં મારા દર્દીઓની સેવામાં લાગી જાઉં.
તેઓના પતિ નિલેશભાઈ લાઠીયા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા જોકે તેમની પત્ની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે થોડા દિવસ હોમ કોરોન્ટાઈ રહ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ ફરીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને ફરી સેવા કરી રહ્યા છે જ્યારે શીતલ બહેનનો તેઓના વોર્ડના દર્દીઓ સાથે એટલો ઘરોબો કેળવાયો હતો. હોમ કોરોન્ટાઇનના સમયમાં પણ એક જ પ્રાર્થના કરે છે બસ હું જલ્દી સાજી થઈને મારા દર્દીઓ પાસે પહોંચી જાઉં અને તેઓની સેવામાં લાગી જાઉં.