Gujarat

વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો

By GS TEAM
24 Dec 20251 min read
વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો

વડોદરાઃ વડોદરા શહેર પોલીસે સતત ત્રીજે દિવસે પણ એક વાહનચોરને ઝડપી પાડી બે સ્કૂટર કબજે કર્યા છે.

વડોદરા પોલીસ દ્વારા અગાઉ કરોડિયાના આરિફ દિવાન પાસે છ સ્કૂટર અને કિશનવાડીના રાકેશ ઉર્ફે રાકાે રમણભાઇ માછી પાસેથી પાંચ સ્કૂટર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

ગઇકાલે સમા પોલીસની ટીમ રણોલીથી દુમાડ વચ્ચે વાહનો તપાસી રહી હતી ત્યારે એક સ્કૂટર ચાલક પાસે વાહનના કાગળો માંગતા તેની પાસે મળી આવ્યા નહતા અને ગોળગોળ જવાબ આપ્યા હતા.જેથી પોલીસે સ્કૂટર કબજે લઇ તપાસ કરતાં આ વાહન દુમાડ ચોકડી પાસે પાર્કિંગમાંથી ચોરી થયાની વિગત બહાર આવી હતી.પોલીસે નિકુંજ મહેશભાઇ શર્મા(આનંદ નગર,કારેલી બાગ ટાંકી પાસે)ની વધુ પૂછપરછ કરતાં બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ સ્કૂટર ચોર્યાની કબૂલાત કરી હતી.