Get The App

સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે 1 - image


Surat Ganesh Visarjan : સુરત શહેરમાં દબદબાભેર ઉજવાયેલા ગણેશ ઉત્સવ હવે પૂર્ણતાને આરે આવી રહ્યો છે. ગણેશ વિસર્જન દિવસે શહેરમાંથી સંખ્યાબંધ ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની હોય પાલિકાએ શહેરની તમામ સીટી બસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થશે તેથી બસ ઓપરેશન ખોરવાઇ જવાની સંભાવના રહેલી છે અને વિસર્જનના કાર્યમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.   

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત દૈનિક ધોરણે આશરે 2 લાખથી વધુ મુસાફરો દ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહેલ છે. આગામી શનિવારે ગણેશ વિસર્જન છે તેના કારણે બસ સેવા માટે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે.

સીટી લિંકના જણાવ્યા અનુસાર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસંધાનમાં શહેર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થશે. તમામ ઉંચાઇ ધરાવતી ગણેશજીની પ્રતિમા તથા અન્ય પ્રતિમા કૃત્રિમ તળાવ અને કુદરતી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવશે. દરમિયાન  અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નમાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષ બાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દોડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ, પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાઠેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડ લાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રિજ તથા અન્ય વિસ્તારોની BRTS તેમજ સીટીલિંક બસોની સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની નોંધ બસમાં મુસાફરી કરતા મુસાફરોને લેવા માટે પાલિકાએ અપીલ કરી છે. 

Tags :