Get The App

મહિલાને આંગળીમાં ઇજા થતા મુસાફરો ભરેલી સિટી બસ સિવિલ હોસ્પિટલ પહોંચી

Updated: Jan 7th, 2024

GS TEAM


Google News
Google News
મહિલાને આંગળીમાં ઇજા થતા મુસાફરો ભરેલી સિટી બસ સિવિલ હોસ્પિટલ પહોંચી 1 - image


- અઠવાગેટ પર બસમાં ચઢતી વખતે દરવાજામાં આંગળી આવી ગઇઃ ૧૦૮ની રાહ જોયા વગર ચાલક બસ સિવિલમાં લઇ ગયો

   સુરત :

અઠવાગેટ ખાતે આજે રવિવારે સાંજે સિટીમાં ચઢતી વખતે મહિલાના હાથની આંગળી આવતા ઇજા થઇ હતી. જોકે મુસાફરો ભરેલી સિટી બસમાં ઇજા પામેલી મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય સરોજબેન ચંદનભાઇ રાઠોડ પાર્લે પોઇન્ટ ખાતે ધર કામ કરીને આજે રવિવારે સાંજે ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે અઠવાગેટ ખાતેથી સરોજબેન સિટી બેસમાં  ચઢતા હતા. ત્યારે બસનો દરવાજા અચાનક બંધ થવાના લીધે તેમના ડાબા હાથની બે આંગળી આવતા ઇજા થઇ હતી. જેથી બસ હાજર લોકોએ બુમો પાડી હતી.

બાદમાં ઇજા પામેલા સરોજબેન સિટી બસમાં તરત બેસાડી દીધા હતા.  બેસના ચાલક ૧૦૮ એમ્બ્યુલન્સની જરા પણ રાહ જોવા વગત મુસાફરો ભરેલી બસમાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યા હતા. બાદમાં તેમની સારવાર શરૃ થયા બાદ ચાલક બસ લઇને સિવિલથી પોતાના રૃટ ઉપર ગયા હોવાનું સુત્રો જણાવ્યું હતું.

Tags :