અફવાઓથી પ્રભાવિત થઇ જિલ્લામાં નાગરિકોએ બેફામ ખરીદી કરવી નહીં
પેટ્રોલપંપ,
મોલ, સુપરમાર્કેટના
માલિકો સાથે કલેક્ટરની બેઠક
આવશ્યક ચીજવસ્તુના ભાવ જાળવવા અને સંગ્રહખોરો સામે કડક પગલા ભરવા આદેશ : ગાંધીનગરમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પર્યાપ્ત
ગાંધીનગર કલેક્ટરે આ બેઠકમાં જણાવ્યું હતું કે,
'વી આર ફોર ધી નેશન'ના સૂત્ર
સાથે વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. દેશની હાલની પરિસ્થિતિને
ધ્યાને રાખીને નાગરિકોએ ગભરાવું નહીં કે અફવાઓથી પ્રભાવિત થઈ બેફામ ખરીદી કરવી
નહીં. વેચાણકારોએ પણ સંગ્રહખોરી કે કાળા બજારી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.
જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ઇંધણ અને ખાદ્ય
ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાની પુષ્ટિ તેમણે કરી તથા કાળાબજાર કે
સંગ્રહખોરી-નફાખોરી કરતા તત્વો સામે કડક પગલા ભરવા પણ જિલ્લા પુરવઠા અધિકારીને
સુચના આપી હતી.
કલેક્ટરેે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સામાન્ય
જીવનશૈલી જાળવવા અપીલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હાલ કોઈ ગંભીર
પરિસ્થિતિ નથી, પરંતુ
સુરક્ષા અને તૈયારીના ભાગરૃપે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે. નાગરિકો અને
વેપારીઓએ સહકાર આપી સામાન્ય માહોલ જાળવવામાં યોગદાન આપવું જોઈએ.
ડીલરોએ રોજિંદા સ્ટોક અને સ્ટોરેજ લોકેશન,સ્ટાફની માહિતી
આપવી પડશે
જિલ્લા પુરવઠા અધિકારી અને પોલીસ અધિકારી દ્વારા ડીલરોને
રોજિંદા સ્ટોક, સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન
અને સ્ટાફની વિગતો નિયમિત આપવા સૂચના અપાઇ છે સાથે અફવાઓ અને ગેરકાયદેસર
પ્રવૃત્તિઓને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. સંદિગ્ધ વ્યક્તિ
કે વસ્તુની જાણ થાય તો તાત્કાલિક પોલીસનો ૧૦૦ નંબર અથવા જિલ્લા કંટ્રોલ રૃમ ૯૯ ૭૮
૪૦ ૫૯ ૬૮નો સંપર્ક કરવા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.ડીલરોને સીસીટીવી કેમેરા
કાર્યરત રાખવા અને નજીકના પોલીસ સ્ટેશન તથા ફાયર બ્રિગેડના સંપર્ક નંબરો હાથવગા
રાખવા પણ પોલીસે સૂચના આપી છે.