ખોડીયાર નગરમાં પાણી-ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોની તંત્ર સામે નારાજગી
શહેરના ખોડીયારનગરમાં વૈકુંઠ2ની સામે વરસાદી પાણીનો ભરાવો તથા પાણી - ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી છે.
શહેરના વોર્ડ નં 4માં સમાવિષ્ટ ખોડીયાર નગર વિસ્તારમાં વૈકુંઠ 2ની સામે અને મોતીભાઈ પાર્ક સોસાયટીની પાછળ પીવાના પાણી તથા ડ્રેનેજની સમસ્યા સાથે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. સ્થાનિક રહીશ કહેવું છે કે, અહી ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે માર્ગ ઉબડખાબડ થતા લોકોને લોકોને હેરાનગતિ થઈ રહી છે. તેવામાં વરસાદી પાણીનો નિકાલ ત્વરિત નહી થતા પાણીનો ભરાવો રહે છે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી અને અવાર નવાર ડ્રેનેજ ચોકઅપ થવાની પણ સમસ્યા છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, વરસાદ વરસતા શહેરમાં અનેક નીચણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે. વર્ષોથી આ બાબતેઅનેક રજૂઆતો હોવા છતાં હજુ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. અને વરસાદ વરસતા સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકોને હેરાનગતિ થતી હોય છે.