Gujarat

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન

By GS TEAM
10 Mar 20261 min read
ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 'ઘોર બેદરકારી'

શહેરના વ્યસ્ત વિસ્તારો અંધારપટથી અકસ્માતનો ભય ઃ મનપામાં રજૂઆતો કરવા છતાં સમસ્યા નહીં ઉકેલાતા રોષ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગની લાપરવાહીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અંધારપટ છવાયેલો રહે છે. પાલિકા દ્વારા વીજ સુવિધાઓ પાછળ દર વર્ષે કરોડો રૃપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે, તેમ છતાં શહેરીજનોને અંધકારમય વાતાવરણમાં રહેવાની ફરજ પડી રહી છે.

શહેરના હૃદય સમાન અજરામર ટાવર ચોક, રતનપરને જોડતો સરદારસિંહ રાણા પુલ અને ટાંકી ચોક જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ અંધકારને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ પાલિકાના ફરિયાદ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

તાજેતરમાં જ શહેરનો દરજ્જો વધારીને મહાનગરપાલિકા કરવામાં આવી છે, ત્યારે પ્રાથમિક સુવિધા સમાન લાઈટો પણ રિપેર ન થતા જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોની માંગ છે કે રાત્રિ દરમિયાન પડતી આ હાલાકી દૂર કરવા તાત્કાલિક ધોરણે લાઈટોનું રિપેરીંગ કામ શરૃ કરવામાં આવે.