Get The App

બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો

બેગેજ થોડા દિવસ બાદ આવતા સીઆઇડી ક્રાઇમે તપાસ કરી

ડ્રગનો જથ્થો બેગાલુરૂ પહોંચતો કરવાનો હતોઃ પંજાબના જંલધરમાં રહેતા દંપતિને કમિશનના બદલામાં ચાર કિલો હાઇબ્રીડ ગાંજો અપાયો હતો

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર  કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,બુધવાર

બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં એક દંપતિ બેગમાં છુપાવીને રૂપિયા ચાર કરોડની કિંમતનો ચાર કિલો હાઇબ્રીડ ગાંજા સાથે  આવ્યાની બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમે બંનેને ઝડપીને એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેમને એક વ્યક્તિએ બેગ આપીને ભારતમાં  બેંગાલુરૂ ખાતે પહોંચતો કરવા માટે સુચના આપી હતી. જેના બદલામાં તેમને કમિશન આપવામાં આવ્યું હતું.

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના અધિકારીઓને બાતમી મળી હતી કે ગત ૧૧મી ઓગસ્ટના રોજ બેંગકોકથી એર એશિયાની ્ફ્લાઇટમાં આવેલા દંપતિ બેગમાં હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે આવ્યા છે. પરંતુ, તેમના બેગેજ કોઇ કારણસર થોડા દિવસ બાદ આવવાનો છે. જેથી જંલધરથી  અમદાવાદમાં આવ્યા  છે. જે બાતમીના આધારે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પર જઇને તપાસ કરતા જંલંધર પંજાબમાં રહેતા નિતેશ્વરી ગીલ અને તેના પતિ સાયમન વિલીમયને ઝડપીને બેગેજ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બેગકોકથી એક વ્યક્તિએ દુબઇમાં રહેતા એક વ્યક્તિની સુચના મુજબ બેગ આપી હતી. જે ભારત આવીને બેંગાલુરૂ ખાતે પહોંચતી કરવાની સુચના અપાઇ હતી.  

જે બેગેજ ગત ૧૫ ઓગસ્ટના રોજ આવી ગયાનો મેસેજ મળતા  બંને ૨૩ ઓગસ્ટના રોજ અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી એરપોર્ટ બેગ લેવા માટે જવાના છે. જેથી સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ એરપોર્ટ કસ્ટમ વિભાગમાં જઇને તપાસ કરતા દંપતિની એક બેગમાં છુપાવેલો ચાર કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ચાર કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :